સિગારેટનું સેવન હાનિકારક છે પણ તેના ઠુંઠા કમાણી કરવી શકે છે, એક કિલો ફિલ્ટરમાંથી રૂ. 100-800 સુધીની આવક થાય છે
ધૂમાડાની કમાણી:સિગારેટનું સેવન હાનિકારક છે પણ તેના ઠુંઠા કમાણી કરવી શકે છે, એક કિલો ફિલ્ટરમાંથી રૂ. 100-800 સુધીની આવક થાય છે
- સિગારેટ ફિલ્ટરમાંથી મોસ્કિટો રિપેલેન્ટ, કી-ચેઇન, તકિયા, કુશન અને ટેડીબેર જેવી વસ્તુઓ બને છે
- કોડ એફર્ટ સ્ટાર્ટઅપે બે વર્ષમાં 20 રાજ્યોના 220 શહેરોમાંથી 30 કરોડ સિગારેટ ફિલ્ટર એકઠા કર્યા છે
નમન ગુપ્તાએ જણાવ્યું કે, હાલમાં દેશના 20 રાજ્યોના 220 જેટલા શહેરોમાંથી અમે સિગારેટના ઠુંઠા ભેગા કરવાની કામગીરી કરી રહ્યા છીએ. આ માટે અમે 120 જેટલા કોન્ટ્રાક્ટ વેન્ડર્સને અપોઇન્ટ કર્યા છે જે પાનના ગલ્લા, ચાની લારી અથવા દુકાનો તેમજ સ્મોકિંગ ઝોનમાંથી સિગારેટ વેસ્ટ એકઠાં કરે છે અને તેને અમારા સુધી પહોંચાડે છે. આ કામના બદલામાં અમે તેઓને અલગ અલગ કેટેગરી મુજબ રૂ. 10થી લઈને રૂ. 800 પ્રતિ કિલોના ભાવ ચૂકવીએ છીએ.
અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ સિગારેટ ફિલ્ટર કલેક્ટ કર્યા
કોડ એફર્ટની શરૂઆત 2018માં થઈ હતી અને ત્યારથી લઈને ડિસેમ્બર 2020 સુધીમાં અંદાજે 30 કરોડથી વધુ સિગારેટના ઠુંઠા ભેગા કરી અને તેને પ્રોસેસ કરવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, 2500-3000 સિગારેટ પીવાય ત્યારે એક કિલો સિગારેટ વેસ્ટ મળે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આને લઈને જાગરૂકતા વધુ છે અને એટલે જ ત્યાંથી સૌથી વધુ કલેક્શન થાય છે. નમનના જણાવ્યા પ્રમાણે આ ત્રણ રાજયોમાંથી જ પચાસ ટકા જેટલું કલેક્શન મળી રહે છે.
Comments
Post a Comment