કોરોના કાળ કોમામાં:11 મહિના બાદ કોમામાંથી બહાર આવ્યો બ્રિટનનો યુવક, કોવિડ-19ની મહામારી અંગે કંઈ જ ખબર નથી, હવે થઈ રહી છે સમસ્યા
કોરોના કાળ કોમામાં:11 મહિના બાદ કોમામાંથી બહાર આવ્યો બ્રિટનનો યુવક, કોવિડ-19ની મહામારી અંગે કંઈ જ ખબર નથી, હવે થઈ રહી છે સમસ્યા
વર્ષ 2020માં કોરોનાનો પ્રારંભ થયો અને આજે પણ દુનિયાના દેશો આ મહામારીની ઝપેટમાં છે. આજે સ્થિતિ એવી છે કે આ મહામારીને પગલે અત્યાર સુધી અનેક પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. વિશ્વના અનેક દેશોમાં હજુ પણ લોકડાઉન યથાવત છે. મહામારીને પગલે 2020નું વર્ષ લોકો યાદ રાખવા નથી માગતા. પરંતુ બ્રિટનમાં એક એવી વ્યક્તિ છે જેના માટે 2020માં શું બન્યું તે યાદ રાખવા માટે કંઈ છે જ નહીં. કારણ કે આ યુવક છેલ્લાં 11 મહિનાથી કોમામાં હતો, પરંતુ હવે તે ભાનમાં આવ્યો છે. જો કે હવે આખું વિશ્વ સદંતર રીતે બદલાય ગયું છે. આ યુવકને અનુભવ જ નથી કે કોરોના મહામારીએ કઈ રીતે સમગ્ર વિશ્વને બદલી નાંખ્યું.
11 મહિનાથી જ કોમામાં હતો જોસેફ
19 વર્ષ વિદ્યાર્થી જોસેફ ફ્લાવિલ છેલ્લાં 11 મહિનાથી કોમામાં હતો. રિપોર્ટ મુજબ સ્ટેફોર્ડશાયર શહેરમાં જોસેફને એક કારે જોરદાર ટક્કર મારી હતી. જે બાદ તેને લીસેટર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવે છે કે દુર્ઘટનામાં જોસેફની હાલત ઘણી જ ખરાબ હતી અને તે કોમામાં જતો રહ્યો હતો. તો વિશ્વમાં કોરોનાનો કહેર હજુ પ્રસર્યો ન હતો. પરંતુ હવે 11 મહિના બાદ જોસેફે જ્યારે પોતાની આંખ ખોલી તો આખું વિશ્વ જ જાણે બદલાઈ ગયું હતું. કેમકે UKમાં હજુ પણ કોવિડ-19ને લઈને સ્થિતિ ઘણી જ દયનિય છે. તેને બિલકુલ ખબર જ નથી કે આ 11 મહિનામાં દુનિયા કઈ રીતે બદલાઈ ગઈ છે. આ તરફ જોસેફ સંપૂર્ણપણે ભાનમાં આવતા તેનો પરિવાર ખુશ છે. પરંતુ તેઓને તે વાતની ચિંતા છે કે અંતે જોસેફને કોરોના મહામારી અને લોકડાઉન અંગે કઈ રીતે જાણ કરીએ?
કોમામાં ગયા બાદ બ્રિટનમાં લોકડાઉન
ઈંગ્લેન્ડમાં રહેતા 19 વર્ષના જોસેફ ફ્લેવિલનું 2020ની 1લી માર્ચે એક્સીડન્ટ થયું હતું. જોસેફ બર્ટનના રસ્તા પર પરી રહ્યો હતો ત્યારે પાછળ ફુલ સ્પીડમાં આવતી કારે તેને ટક્કર મારી દિધી હતી. કારની જોરદાર ટક્કરને કારણે જોસેફને માથામાં ભારે ઈજા થઈ હતી. જોસેફનું અકસ્માત થયું ત્યારે બ્રિટનમાં કોવિડ-19ના 40થી પણ ઓછા કેસ નોંધાયા હતા. જોસેફ સાથે થયેલા અકસ્માતના ત્રણ અઠવાડિયા બાદ 23મી માર્ચે બ્રિટનમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. જો કે આ લોકડાઉન લાગુ થયા તે પહેલાં જોસેફ કોમામાં જતો રહ્યો હતો.
કોમા દરમિયાન બે વખત કોરોનાથી સંક્રમિત થયો હતો જોસેફ
કોમામાં રહ્યો તે દરમિયાન જોસેફ બે વખત કોરોના પોઝિટિવ પણ થયો હતો. જો કે તે બંને વખત સ્વસ્થ પણ થઈ ગયો હતો. આ ઉપરાંત તે હાલમાં જ સ્ટેજ ટૂ કોમામાંથી બહાર આવ્યો છે. જો કે તેને કોરોના વાયરસને કારણે બદલાઈ ગયેલી દુનિયાનો કોઈ જ અંદાજ નથી.
11 માસ બાદ આજની સ્થિતિ અંગે જણાવવું પડકારભર્યું
કોરોના વાયરસની ગાઈડલાઈન્સને કારણે જોસેફની માતાને તેની પાસે જવાની મંજૂરી હતી. જોસેફની આન્ટી સેલી સ્મિથે સ્ટેફોર્ડશાયર લાઈવ સાથેની વાતચીતમાં કહ્યું કે અમને ખ્યાલ નથી કે, તેને કોરોનાને લઈને કેટલી જાણકારી છે. કેમકે તેનું એક્સીડન્ટ આ મહામારી ફેલાઈ તે પહેલાં જ થયો હતો અને આ મહામારી દરમિયાન તે કોમામાં જ રહ્યો. એવામાં તેને આજની સ્થિતિને જણાવવું એક પડકારભર્યું કામ છે.
જોસેફને હોકી પસંદ છે
ડિ ફેરેર્સ એકેડમીમાં અભ્યાસ કરનાર આ યુવકને હોકી ઘણી જ પસંદ છે. આ યુવક કોમામાં હતો તે દરમિયાન તેના માટે મોટા પ્રમાણમાં ફંડ્સ પણ એકઠું કરાયું હતું. મહત્વપૂર્ણ છે કે માર્ચમાં ભારતની સાથે જ બ્રિટનમાં પણ કોરોના વાયરસને કારણે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. તો એપ્રિલમાં બ્રિટનના PM કોરોનાથી સંક્રમિત થયા હતા. જાન્યુઆરી 2021 આવતા આવતા બ્રિટનમાં 1 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. આ ઉપરાંત બ્રિટનમાં કોરોનાના સ્ટ્રેન પણ જોવા મળ્યા છે. પરંતુ આ બધી જ વાતથી જોસેફ ફ્લાવિલ બેખબર છે.
Comments
Post a Comment