શેરબજાર:સેન્સેક્સ 20 અંક ઘટ્યો, નિફ્ટી 15106 પર બંધ; HDFC બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

 

શેરબજાર:સેન્સેક્સ 20 અંક ઘટ્યો, નિફ્ટી 15106 પર બંધ; HDFC  બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા


  • બજાજ ફિનસર્વ, M&M, બજાજ ફાઈનાન્સ, TCS, રિલાયન્સના શેર વધ્યા
  • ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 20 અંક ઘટીને 51309 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 2.8 અંક ઘટીને 15106 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, M&M, બજાજ ફાઈનાન્સ, TCS, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.96 ટકા વધીને 10234.90 પર બંધ રહ્યો હતો. M&M 2.21 ટકા વધીને 914.35 પર બંધ રહ્યો હતો. જ્યારે HDFC બેન્ક, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ONGC, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC બેન્ક 1.77 ટકા ઘટીને 1583.50 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.45 ટકા ઘટીને 590.10 પર બંધ રહ્યો હતો.

    બુધવારે આયશર મોટર, ટાઈટન સહિત 330 કંપનીઓ રજૂ કરશે ત્રિમાસિક પરિણામ
    આજે આયશર મોટર, ટાઈટન કંપની, ગેલ ઈન્ડિયા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઔરોબિંદો ફાર્મા, બેન્ક ઓફ ઈન્ડિયા, બાટા ઈન્ડિયા, ઈન્દ્રપ્રસ્થ ગેસ, શાલિમાર પેન્ટ્સ, સ્પાઈસ જેટ સહિત 330 કંપનીઓ ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો રજૂ કરશે.

  • ચીન અને હોંગકોંગના શેર બજારોમાં વધારો, અન્યમાં સુસ્તી
    10 ફેબ્રુઆરીએ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ સપાટ કરોબાર કરી રહ્યો છે. આ પહેલા યુરોપ અને અમેરિકાના બજારો પણ સપાટ બંધ થયા હતા.

Comments

Popular posts from this blog

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

14 Mar 2021 આજનું કરન્ટ અફેર