5 રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર:

 

5 રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર:27 માર્ચે બંગાળ અને આસામમાં મતદાન સાથે શરૂઆત, બંગાળમાં સૌથી વધારે 8 તબક્કા;તમામ રાજ્યોના પરિણામ 2 મેના રોજ આવશે


5 રાજ્યમાં 824 વિધાનસભા બેઠક, આ વખતે 18.68 કરોડ મતદાતા
પોલિંગ સ્ટાફનું વેક્સિનેશન કરવામાં આવશે, ચૂંટણી પ્રચાર માટે પણ નિયમોનું પાલન કરવું પડશે
  • અને 2.7 લાખ મતદાન કેન્દ્ર,મતદાનનો સમય 1 કલાક વધારે રહેશે

પાંચ રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી વડા સુનીલ અરોડાએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ પ્રમાણે મતદાનની શરૂઆત પશ્ચિમ બંગાળ અને આસામથી થશે. આ બન્ને રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ યોજાશે. પાંચ રાજ્યોમાં મતગણતરી 2 મેના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. આસામમાં 3 તબક્કામાં અને અન્ય ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી
પ્રથમ તબક્કો

બેઠકો 30 (પુરુલિયા, બાંકુડા, ઝાડગ્રામ, પશ્ચિમ મેદિનીપુર, પૂર્વી મેદિનીપુર)
અધિસૂચનાઃ 2 માર્ચ
નામાંકનઃ 9 માર્ચ
સ્ક્રૂટનીઃ 10 માર્ચ

મતદાનઃ 27 માર્ચ
મતગણતરી 2 મે

બીજો તબક્કો
બેઠકોઃ 30 (બાંકુડા, પશ્ચિમી મેદિનીપુર, પૂર્વી મેદિનીપુર, દક્ષિણ-24 પરગના)
અધિસૂચનાઃ 5 માર્ચ
નામાંકનઃ 12 માર્ચ
સ્ક્રૂટનીઃ 15 માર્ચ
નામ પાછું ખેંચવાઃ 17 માર્ચ
મતદાનઃ 1લી એપ્રિલ

ત્રીજો તબક્કો
બેઠકઃ 31
અધિસૂચનાઃ 19 માર્ચ
સ્ક્રૂટનીઃ 20 માર્ચ
નામ પાછું ખેંચવાઃ 22 માર્ચ
મતદાનઃ 6 એપ્રિલ

ચોથો તબક્કો
બેઠકઃ 44
અધિસૂચનાઃ 16 માર્ચ
નામાંકનઃ 23 માર્ચ
સ્ક્રૂટનીઃ 24 માર્ચ
નામ પાછું ખેંચવાઃ 26 માર્ચ
મતદાનઃ 10 એપ્રિલ

પાંચમો તબક્કો
બેઠકોઃ 45​​​​​​​
અધિસૂચનાઃ 23 માર્ચ
નામાંકનઃ 30 માર્ચ​​​​​​​
સ્ક્રૂટનીઃ 31 માર્ચ
નામ પાછું ખેંચવાઃ 3 એપ્રિલ
વોટિંગઃ 17 એપ્રિલ

છઠ્ઠો તબક્કો
બેઠકઃ 43
અધિસૂચનાઃ 26 માર્ચ
નામાંકનઃ 3 એપ્રિલ​​​​​​​
સ્ક્રૂટનીઃ 5 એપ્રિલ
નામ પાછું ખેંચવાઃ 7 એપ્રિલ
મતદાનઃ 22 એપ્રિલ

સાતમો તબક્કો
બેઠકઃ 36
અધિસૂચનાઃ 31 માર્ચ
નામાંકનઃ 7 એપ્રિલ
સ્ક્રૂટનીઃ 8 એપ્રિલ
નામ પાછું ખેંચવાઃ 12 એપ્રિલ
મતદાનઃ 26 એપ્રિલ

આઠમો તબક્કો
બેઠકઃ 35
અધિસૂચનાઃ 31 માર્ચ
નામાંકનઃ 7 એપ્રિલ
સ્ક્રૂટનીઃ8 એપ્રિલ
નામ પાછું ખેંચવાઃ 12 એપ્રિલ
મતદાનઃ 29 એપ્રિલ

​​​​​​​આસામમાં 3 તબક્કામાં થશે મતદાન
આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે.

પ્રથમ તબક્કો-47 બેઠક
અધિસૂચના-2 માર્ચ
નામાંકનની અંતિમ તારીખ-9 માર્ચ
સ્ક્રુટની-10 માર્ચ

મતદાનઃ 27 માર્ચ મતગણતરીની તારીખઃ 2 મેના રોજ આવશે પરિણામ

બીજો તબક્કો
બેઠકઃ 39
અધિસૂચનાઃ 5 માર્ચ
નામાંકનઃ 10 માર્ચ​​​​​​​
સ્ક્રુટનીઃ 16 માર્ચ
નામ પાછું ખેંચવાની તારીખઃ 17 માર્ચ
મતદાનઃ 1લી એપ્રિલ

ત્રીજો તબક્કો
બેઠકઃ40​​​​​​​
અધિસૂચનાઃ 12 માર્ચ​​​​​​​
નામાંકનઃ 19 માર્ચ
સ્ક્રુટનીઃ 20 માર્ચ
નામ પાછું ખેંચવાની તારીખઃ 22 માર્ચ
મતદાનઃ 6 એપ્રિલ​​​​​​​

કેરળમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે
​​​​​​​અધિસૂચનાઃ 12 માર્ચ
નામાંકનઃ 19 માર્ચ
સ્ક્રૂટનીઃ 20 માર્ચ
નામ પાછું ખેંચવાની તારીખઃ 22 માર્ચ
મતદાનઃ 6 એપ્રિલ
​​​​​​​
તમિલનાડુમાં પણ એક તબક્કામાં
અધિસૂચનાઃ 12 માર્ચ
નામાંકનઃ 19 માર્ચ
સ્ક્રૂટનીઃ 20 માર્ચ
નામ પાછું ખેંચવાની તારીખઃ 22 માર્ચ
મતદાનઃ 6 એપ્રિલ

પુડ્ડુચેરી 6 એપ્રિલના રોજ મતદાન
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં એક તબક્કામાં મતદાન યોજાશે, પરિણામ 2 મેના રોજ જાહેર થશે
​​​​​​​અધિસૂચનાઃ 12 માર્ચ
નામાંકનઃ 19 માર્ચ
નામ પાછું ખેંચવાની તારીખઃ 22 માર્ચ
મતદાનઃ 6 એપ્રિલ


​​​​​​​

ટોલ ફ્રી નંબર ઉપલબ્ધ હશે. આ સાથે આચાર સંહિત લાગૂ
ચૂંટણી પંચ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરશે. ટોલ ફ્રી હેલ્પલાઈનથી મતદાતા પોતાના નામની યાદી અંગે તપાસી શકશે. તમદાતા ઓનલાઈન પોતાનું મતદાતા કાર્ડ પણ મેળવી શકશે. તમામ પોલિંગ બૂથ પર પાણી, શૌચાલય અને વેઈટિંગ રૂમ હશે. આ ઉપરાંત વ્હીલ ચેર પણ હશે. આ સાથે હવે આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે.

મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે
તમામ ચૂંટણી અધિકારીઓ કોરોના વોરિયર્સ છે. કોરોનાની સ્થિતિને જોતા તમામ ચૂંટણી અધિકારીઓનું વેક્સિનેશન કરવામાં આવશે. તથા મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે. ચૂંટણી સમયે નિયમોનું પાલન કરવામાં આવશે. ઘરે ઘરે સંપર્ક માટે પણ નિયમ હશે. ઘરે ઘરે પ્રચાર માટે 5 લોકો જ સાથે જવા મંજૂરી રહેશે. ઉમેદવારી પત્રક ભરવાની તેમ જ સિક્યોરિટી મની ઓનલાઈન ભરી શકાશે.રેલી માટે મેદાન નક્કી હશે.

824 વિધાનસભા બેઠકો પર યોજાશે મતદાન
ચૂંટણી કમિશ્ચનરે જણાવ્યું હતું કે ચૂંટણીવાળા રાજ્યોમાં અનેક વખત પ્રવાસ કરવામાં આવ્યો છે. 31 મેના રોજ આસામ વિધાનસભા, 24 મેના રોજ તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. કુલ 824 વિધાનસભા બેઠકમાં 18.68 કરોડ મતદાતા 2.7 લાખ બૂથ પર મતદાન કરશે.

5 રાજ્યોમાં ચૂંટણી પડકારજનકઃ સુનીલ અરોડા
મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું કે આમારા માટે મતદાતાઓને સુરક્ષિત, મજબૂત અને જાગૃત રાખવા તે સૌથી મોટું કામ છે.મતદાતાઓની સુરક્ષાની પૂરી કાળજી રાખવામાં આવશે. ચૂંટણી સમયે કોરોના ગાઈડલાઈનની પૂરી કાળજી રાખવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી
રાજ્યમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું. અન્યનાં ખાતાંમાં 4 બેઠક આવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 42માંથી 28 સીટ જીતી હતી. એટલા માટે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ સમગ્ર તાકાત લગાવી દીધી છે. આ વખતે ચૂંટણી TMC વી. BJP થઈ ગઈ છે. અહીં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચેનું જોડાણ નિશ્ચિત છે. ફુરફુરા શરીફના ભારતીય સેક્યુલર મોરચાને 30 બેઠક આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 6થી 7 તબક્કામાં મતદાન યોજાઇ શકે છે.

આસામમાં 126 બેઠક પર ચૂંટણી યોજાશે
ગત વખતે એટલે કે વર્ષ 2016માં અહીં ભાજપની સરકાર બની હતી. તેને 86 બેઠક મળી હતી. કોંગ્રેસને 26 બેઠક મળી અને એઆઈયુડીએફને 13 બેઠક મળી હતી. અન્ય પાસે 1 બેઠક હતી.


તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠક
અહીં 134 બેઠક જીતીને AIDMK ગઠબંધને સરકાર બનાવી હતી. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.

કેરળમાં 140 બેઠકો પર સંગ્રામ
દેશમાં લેફ્ટનો છેલ્લો ગઢ બનેલા કેરળમાં 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અહીં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે.

પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો
પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશની 30 બેઠક છે. અહીં વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો હોય છે. અત્યારસુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે જ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જે કારણે સરકાર પડી ગઈ હતી. CM નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

2016માં કોંગ્રેસે અહીં 19 બેઠક જીતી હતી. AINRC, AIADMKએ 4-4 બેઠક જીતી હતી. ભાજપના 2 નામાંકિત સભ્યો હતા. ગત સપ્તાહે કોંગ્રેસના 7 સભ્યએ રાજીનામું આપી દીધાં હતાં, જેથી અહીંની સરકાર પાસે માત્ર 12 ધારાસભ્ય જ બચ્યા હતા અને ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ બહુમત સાબિત કરી શકી નથી.






Comments

Popular posts from this blog

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો