6 મ્યુનિસિપલ કોર્પોરેશનનો આજથી ચૂંટણી પ્રચાર
મોર્નિંગ બ્રીફ:6 મ્યુનિસિપલ કોર્પોરેશનનો આજથી ચૂંટણી પ્રચાર, અમદાવાદના નારણપુરા વોર્ડ પર બિન્દા સુરતી બિનહરીફ થતાં 576 બેઠકો પૈકીની એક બેઠક પર પહેલી જીત ભાજપની
ગુજરાતની 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાં સૌ પ્રથમ જીત ભાજપની, અમદાવાદમાં બિન્દા સુરતી બિનહરીફ
મંગળવાર ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ હતો. ત્યારે નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે આ બેઠક કબ્જે કરી છે. 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જ જીત. નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ તેઓ સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપને વગર મહેનતે લોટરી લાગી છે અને બિન્દા સુરતી બિનહરીફ થયા છે. સોમવારે નારણપુરાની રિઝર્વ સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.
Comments
Post a Comment