5 રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર:
5 રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર: 27 માર્ચે બંગાળ અને આસામમાં મતદાન સાથે શરૂઆત, બંગાળમાં સૌથી વધારે 8 તબક્કા;તમામ રાજ્યોના પરિણામ 2 મેના રોજ આવશે 5 રાજ્યમાં 824 વિધાનસભા બેઠક, આ વખતે 18.68 કરોડ મતદાતા પોલિંગ સ્ટાફનું વેક્સિનેશન કરવામાં આવશે, ચૂંટણી પ્રચાર માટે પણ નિયમોનું પાલન કરવું પડશે અને 2.7 લાખ મતદાન કેન્દ્ર,મતદાનનો સમય 1 કલાક વધારે રહેશે પાંચ રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી વડા સુનીલ અરોડાએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ પ્રમાણે મતદાનની શરૂઆત પશ્ચિમ બંગાળ અને આસામથી થશે. આ બન્ને રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ યોજાશે. પાંચ રાજ્યોમાં મતગણતરી 2 મેના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. આસામમાં 3 તબક્કામાં અને અન્ય ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી પ્રથમ તબક્કો બેઠકો 30 (પુરુલિયા, બાંકુડા, ઝાડગ્રામ, પશ્ચિમ મેદિનીપુર, પૂર્વી મેદિનીપુર) અધિસૂચનાઃ 2 માર્ચ નામાંકનઃ 9 માર્ચ સ્ક્રૂટ