નાની ઉંમરે રોકાણ સાહસિક

 

નાની ઉંમરે રોકાણ સાહસિક:12 વર્ષના બાળકે શેરબજારમાં રોકાણ કર્યું, એક વર્ષમાં 43 ટકાનો તગડો નફો મેળવ્યો


12 વર્ષના આ બાળકે શેરબજારમાં રોકાણ કરી નફો કર્યો - Divya Bhaskar
12 વર્ષના આ બાળકે શેરબજારમાં રોકાણ કરી નફો કર્યો

એક 12 વર્ષના બાળકે ગયા વર્ષે તેની માતા પાસે જીદ્દ કરીને શેરબજારમાં ટ્રેડિંગ અકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલું જ નહીં માતાપિતાને 16 લાખ રૂપિયાનું શેરબજારમાં રોકાણ કરવા માટે મનાવી પણ લીધા. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ બાળકે એક વર્ષમાં આશરે 43 ટકા નફો મેળવ્યો છે.

ટીનેજર્સ છોકરાએ વર્ષભરમાં 43 ટકા નફો મેળવ્યાની આ કહાની દક્ષિણ કોરિયાની છે. છોકરાનું નામ ક્વન જૂન. જૂનની ઈચ્છા વોરન બફેટ બનવાની છે. અમેરિકાના વોરન બફેટ અત્યારે વિશ્વના આઠમાં સૌથી શ્રીમંત વ્યક્તિ છે અને શેરબજારમાં રોકાણ કરવા માટે ખૂબ જ જાણીતા છે.

ક્વન જૂને મેમોરી ચિપ તૈયાર કરતી વિશ્વની સૌથી મોટી કંપની કકાઓ કોર્પ, સેમસંગ અને હ્યૂન્ડાઈ મોટર સહિત અન્ય કંપનીઓમાં નાણાંનું રોકાણ કરે છે. ક્વન જૂને જણાવ્યું કે તે લાંબા સમયના રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. તે 10થી 20 વર્ષ માટે નાણાં રોકી રહ્યો છે,જેથી વધારે આવક થઈ શકે. જોકે, ક્વન જૂન ઓછી ઉંમરમાં ટ્રેડિંગ કરનાર એકમાત્ર બાળક નથી. કોરોના વાઈરસની મહામારી સમયે ક્વન જૂનની માફક નાની ઉંમરના અનેક બાળકોએ શેરબજારમાં રોકાણ કરવાની શરૂઆત કરી હતી.

ક્વન જૂનની માતા લી ઉન જૂ કહે છે કે વિચાર કરું છું કે આજના સમયમાં કોલેજની ડિગ્રી શું મહત્વપૂર્ણ રહી ગઈ છે? અત્રે ઉલ્લેખનીય છે કે ક્વન જૂનની સફળતામાં તેની માતાનું વિશેષ યોગદાન છે, કારણ કે તેણે પોતાના દિકરાને ટ્યુશન મોકલવાને બદલે તેના પેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

Comments

Popular posts from this blog

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

14 Mar 2021 આજનું કરન્ટ અફેર