જાણો કોણ છે કાશ્મીરની આયશા અજીજ, જે બની દેશની સૌથી નાની ઉંમરની મહિલા પાયલટ
જાણો કોણ છે કાશ્મીરની આયશા અજીજ, જે બની દેશની સૌથી નાની ઉંમરની મહિલા પાયલટ
દેશમાં હવે મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણાં સ્થાનો પર મહિલાઓએ પોતાને સાબિત કરી બતાવ્યું છે, આવા જ એક જઝબાંનું નામ છે આયશા અજીજ. જમ્મુ-કાશ્મીર નિવાસી આયશા અજીજ હાલમાં જ દેશની સૌથી નાની ઉંમરની મહિલા પાયલટ બની છે.તે ઘણાં લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે, અને કાશ્મીરી મહિલાઓ માટે સશક્તિકરણનું પ્રતિક.
આયશાએ વર્ષ 2011માં 15 વર્ષની ઉંમરે જ લાયસન્સ મેળવનાર સૌથી નાની ઉંમરની પાયલટ બની ગઈ. અને પછીના વર્ષે તેણે રશિયાના એયરબેસમાં મિગ 29 જેટ ઉડાવવાની ટ્રેનિંગ લીધી. ત્યાર બાદ તેણે બોમ્બે ફ્લાઇંગ ક્લબમાંથી વિમાનનમાં સ્નાતક કર્યું અને 2017માં એક કમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું.
આયશા પાસે સિંગલ એન્જીનનું સેસના 152 અને 172 એરક્રાફ્ટ ઉડાવવાનો પણ અનુભવ છે.તેને 200 કલાકની ઉડાણ પુરી કરવા પર પણ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આયશા ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને પોતાની આદર્શ માને છે.આયશા તેની સફળતાનો શ્રેય તેના માતા પિતાને માને છે.
Comments
Post a Comment