ખેડૂતોને વિદેશથી સમર્થન:
ખેડૂતોને વિદેશથી સમર્થન:
હોલિવૂડ સ્ટાર અમાંડા અને સિંગર રિહાનાનું ખેડૂતોને સમર્થન; વિદેશ મંત્રાલયે કહ્યું- કોમેન્ટ કરતાં પહેલાં મામલાને જાણી લો
ભારતમાં 70 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને દુનિયાની બે મોટી હસ્તીનું સમર્થન મળ્યું છે, જેમાં હોલિવૂડ એક્ટ્રેસ અમાંડા, વકીલ અને અમેરિકન વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ, નોર્વેની 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોપસિંગર રિહાના, મિયાં ખલીફા સહિત વિદેશના ઘણા સેલિબ્રિટીએ ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું છે. આ તમામ સેલિબ્રિટીનાં નિવેદન અંગે વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે.
દેશમાં બે મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન હાલ પણ ચાલું છે. બુધવારે આ જ આંદોલનના સમર્થનમાં હરિયાણાના જીંદમાં મહાપંચાયત થઈ હતી. ભારતીય ખેડૂત યૂનિયનના રાકેશ ટિકૈતે આ મહાપંચાયતમાં ભાગ લીધો અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે અમારા બિલ વાપસીની વાત કરી છે, જો ગાદીની વાપસીની વાત થશે તો શું કરશો. ટિકૈતે કહ્યું કે, હાલ જીંદ વાળાને દિલ્હી કૂચ કરવાની જરૂર નથી, તમે અહીં જ રહો. કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ વકીલ છે અને તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. મીનાએ ટ્વીટમાં લખ્યું છે કે આ એક સંયોગ નથી કે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર(અમેરિકા) પર એક મહિના પહેલાં જ હુમલો થયો અને હવે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર જોખમ છે. આ બન્ને ઘટના જોડાયેલી છે. આપણે ભારતમાં ખેડૂત આંદોલન વિરુદ્ધ સુરક્ષાદળોની હિંસા અને ઈન્ટરનેટ બંધ કરવા અંગે ક્રોધિત થવું જોઈએ.
પોર્નસ્ટાર મિયાં ખલીફાએ સોશિયલ મીડિયા પર આંદોલન સાથે જોડાયેલો ફોટો શેર કરતાં લખ્યું છે કે ‘પેઈડ એક્ટર્સ, હૂહ?’કાસ્ટિંગ ડાયરેક્ટરનું કહેવું છે કે મને આશા છે કે અવૉર્ડ સેશન દરમિયાન અદેખાઈ નહીં કરવામાં આવે. હું ખેડૂતો સાથે ઊભી છું. આ સેલિબ્રિટીના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત પ્રતિક્રિયા આપી છે.
વિદેશ સચિવે કહ્યું હતું કે પહેલા તો જાણી લો
ઘણા સેલિબ્રિટી તરફથી આંદોલનને સમર્થન આપવા અંગે વિદેશ સચિવે કહ્યું હતું કે આ દુઃખ છે. ઘણા લોકો તેમનો એજન્ડા પૂરો કરવા માટે આ પ્રોટેસ્ટનો સહારો લઈ રહ્યા છે. આવા લોકોએ કોમેન્ટ કરતાં પહેલાં આ અંગે પૂરી માહિતી લઈ લેવી જોઈએ. ફેક્ટ્સ ચેક કરો. સોશિયલ મીડિયા પર એને સેન્સેશનલ ન બનાવો. સંસદમાં ચર્ચા પછી જ આ બિલને પાસ કરાયું છે.

વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરાયું.
ગ્રેટા થનબર્ગ કોણ છે?
ગ્રેટાને ગત વર્ષે ટાઈમ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’તરીકે ચૂંટ્યાં હતાં. ક્લાઈમેટ ચેન્જના મુદ્દે તેમણે UNની સામે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધપ્રદર્શન માટે તેઓ બોટથી અમેરિકા પહોંચ્યાં હતાં. ગ્રેટાએ કહ્યું હતું કે જળવાયુ પરિવર્તનના મુદ્દે મોટા અને શક્તિશાળી દેશોના નેતા માત્ર બતાવવાની જ કાર્યવાહી કરે છે. તેમને આવનારી પેઢીની કોઈ ચિંતા નથી. તેમણે UN સેક્રેટરી જનરલ સાથે મુલાકાત કરી હતી.
હવે ગ્રેટાએ ભારતમાં ખેડૂતોના 70 દિવસથી ચાલી રહેલા આંદોલનને સમર્થનની જાહેરાત કરી છે. ગ્રેટાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમે ભારતમાં ખેડૂતોના આંદોલનનું સમર્થન કરીએ છીએ.
કંગનાનું સખત વલણ
કંગનાએ સોશિયલ મીડિયા પર રિહાનાને ટેગ કરતાં લખ્યું હતું કે આ અંગે કોઈ એટલા માટે વાત નથી કરતા, કારણ કે તે ખેડૂત નહીં, પણ આતંકી છે. તે ભારતના ભાગલા પાડવાના પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાલચી ચીન આ વહેંચાયેલા ભારત પર કબજો કરી શકે, એની પર વસાહતો બનાવી શકે. જેવી રીતે તેણે અમેરિકા સાથે કર્યું. તમે ચૂપચાપ બેસો. અમે તમારી જેમ અમારા દેશને વેચી ન શકીએ.
Comments
Post a Comment