વિશ્વભરના સમાચારો તસવીરોમાં

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ભૂલભૂલામણી જેવી સ્કોજિયન ગુફાઓનો નજારોઃ વેલેન્ટાઈન ડે માટે ખરેખર લાવી શકશો ‘ચાંદ કા ટુકડા’; આ માણસ સ્કીઈંગ કરે છે કે પેરાગ્લાઈડીંગ?

આ છે સ્લોવેનિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી સ્કોજિયન ગુફાઓ. લાંબી અને ભુલભુલામણી જેવી ગુફાઓ 5800 મીટર લાંબી અને 209 મીટર ઊંડી છે. તેના અસાધારણ મહત્ત્વને કારણે, યુનેસ્કોએ 1986માં તેને કુદરતી અને સાંસ્કૃતિ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરી હતી. આ ગુફાઓનાં ખડકોની વચ્ચેથી રેકા નદી વહે છે, જે આગળ જઈને એડ્રિયાટિક સાગરમાં મળી જાય છે. આ ગુફાઓને જોવા માટે દર વર્ષે લગભગ એક લાખ લોકો આવે છે. આ ગુફાઓમાં અનેક દુર્લભ જીવો સહિત ચામાચીડિયાની સાત પ્રજાતિઓ મળે છે. - Divya Bhaskar
આ છે સ્લોવેનિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી સ્કોજિયન ગુફાઓ. લાંબી અને ભુલભુલામણી જેવી ગુફાઓ 5800 મીટર લાંબી અને 209 મીટર ઊંડી છે. તેના અસાધારણ મહત્ત્વને કારણે, યુનેસ્કોએ 1986માં તેને કુદરતી અને સાંસ્કૃતિ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરી હતી. આ ગુફાઓનાં ખડકોની વચ્ચેથી રેકા નદી વહે છે, જે આગળ જઈને એડ્રિયાટિક સાગરમાં મળી જાય છે. આ ગુફાઓને જોવા માટે દર વર્ષે લગભગ એક લાખ લોકો આવે છે. આ ગુફાઓમાં અનેક દુર્લભ જીવો સહિત ચામાચીડિયાની સાત પ્રજાતિઓ મળે છે.

તૂર્કીના એક સ્કી રિસોર્ટમાં એક વ્યક્તિ પેરાગ્લાઈડિંગ કરી રહી હતી. આ દરમિયાન ત્યાંથી એક વિમાન પસાર થયું ત્યારે એક ફોટોગ્રાફરે તે દૃશ્ય કેમેરામાં કેદ કરી લીધું. આ તસવીર જોઈને લાગે છે કે, પેરાગ્લાઈડર જાણે વિમાનના ધુમાડા પર સવાર થઈ ગયો છે.

ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસ મંગળવારથી ઓનલાઇન એસ્ટ્રોનોમિકલ હરાજી કરી રહ્યું છે, જેમાં ચંદ્ર અને મંગળના ટુકડાં પણ સામેલ છે. 7 અબજ વર્ષ જૂનો એક ઉલ્કાપિંડ (તસવીરમાં) પણ હરાજી માટે મુકાયો છે, જેના 36 લાખ રૂ. ઉપજવાનો અંદાજ છે. 308 ટનના અન્ય એક ઉલ્કાપિંડના 1.3 કરોડ રૂ. ઉપજવાનો અંદાજ છે. તો વેલેન્ટાઈન ડે માટે ગિફ્ટ આપવા ચાંદ કા ટુકડા લાવી આપવાનું વચન હવે પુરું થઈ શકશે.

ફૂટબોલર ડેવિડ બેકહમની પત્ની, સ્પાઇસ ગર્લ ફેમ સિંગર વિક્ટોરિયા બેકહમના નામવાળી ગાય ‘પોશ સ્પાઇસ’ એક હરાજીમાં 2.61 કરોડ રૂ.માં વેચાઇ છે. તેણે કોઇ પણ ગાયને મળેલી સૌથી વધુ કિંમતનો અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે. આ ગાયનો જન્મ નવેમ્બર, 2019માં થયો હતો.

કાતિલ ઠંડીથી થીજી સ્પ્રી નદી

જર્મનીમાં સતત હિમવર્ષા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડ થિજાવતી ઠંડીથી અહીંની પ્રસિદ્ધ સ્પ્રી નદીના નીર થીજી ગયા છે. હિમવર્ષા પછી બરફના થર પીગળ્યા છે જેથી વિવિધ નદીઓમાં જળસ્તર પણ વધ્યું છે અને સાથે કડકડતી ઠંડીએ માઝા મૂકી છે.

Comments

Popular posts from this blog

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

14 Mar 2021 આજનું કરન્ટ અફેર