ફિટનેસ પ્લાન:
ફિટનેસ પ્લાન:
અઠવાડિયાંમાં 3 દિવસ દરરોજ માત્ર 4 મિનિટ એક્સર્સાઈઝ કરવાથી 50% સુધી સ્ટેમિના વધી જશે, જાણો વર્કઆઉટના ફાયદા
એક્સર્સાઈઝના ફાયદા અનેક લોકોને ખબર છે. તો પણ ઘણા લોકો તેની અવગણના કરતાં હોય છે. એક્સર્સાઈઝ ન કરવાનું કારણ ઓછો સમય હોય છે, પરંતુ તમે અઠવાડિયાંમાં 3 દિવસ અને દરરોજ 4-4 મિનિટ મોડરેટ એક્સર્સાઈઝ કરી શકો છો. તેનાથી તમારો સ્ટેમિના 50% સુધી વધી જશે.
અમેરિકાની સંસ્થા મેડિસીન એન્ડ સાયન્સ આ સ્પોર્ટ્સ અને એક્સર્સાઈઝની સ્ટડી પ્રમાણે,4 મિનિટની એક્સર્સાઈઝથી બ્લડ પ્રેશર અને બોડી ફેટ કન્ટ્રોલમાં રહે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારવામાં પણ તે મદદ કરે છે.
4 મિનિટમાં કેવી રીતે એક્સર્સાઈઝ કરશો?
સ્ટડીમા જોવા મળ્યું કે 90% લોકો કોઈ પણ હેવી કામ કરી 10 મિનિટમાં થાકી જતા હતા. તેમનો હાર્ટ રેટ વધી જતો હતો, પરંતુ તમે અઠવાડિયાંમાં 3 દિવસ માત્ર 4 મિનિટ એક્સર્સાઈઝ કરો છો તો તમારો સ્ટેમિના વધી જશે. જો તમે સતત 10 અઠવાડિયાં સુધી આ શિડ્યુલ ફોલો કરો છો તો તમે સ્ટેમિના એક્સર્સાઈઝ ન કરવાવાળા લોકોની સરખામણીએ 50% સુધી વધી જશે.
સ્ટડી પ્રમાણે જો તમે 4 મિનિટની એક્સર્સાઈઝ માટે જિમ જાઓ છો તો ચાલીને જાવ. મોડરેટ રનિંગ કરી જિમ પહોંચો અને સીડીઓનો ઉપયોગ કરો. કારણ કે એક્સર્સાઈઝ કરતાં પહેલાં વૉર્મ અપ જરૂરી છે. જો તમે એક્સર્સાઈઝ કરવા જિમ વ્હીકલ લઈને જાઓ છો તે ખોટું છે.
7 મિનિટની એક્સર્સાઈઝ હાઈપરટેન્શન માટે કારગર
અઠવાડિયાંમાં 3 દિવસ 7 મિનિટની એક્સર્સાઈઝ કરવાના પણ ફાયદા છે. સૌથી મોટો ફાયદો એ છે કે તમારું વજન કન્ટ્રોલમાં રહેશે. સ્ટડીમાં જોવા મળ્યું કે 7 મિનિટની એક્સર્સાઈઝ હાઈપરટેન્શનના દર્દીઓ માટે કારગર છે.
જો તમારી પાસે 10 મિનિટ છે તો આ એક્સર્સાઈઝ કરો
જો તમે અઠવાડિયાંમાં 3 દિવસ 10 મિનિટની એક્સર્સાઈઝ કરો છો તો વેલ એન્ડ ગુડ છે. 10 મિનિટની એક્સર્સાઈઝને આઈડિયલ વર્ક આઉટ ગણવામાં આવે છે. એક્સર્સાઈઝ ન કરવાની સરખામણીએ આવા લોકો 4ગણા વધારે ફિટ અને હેલ્ધી રહે છે. આ લોકોમાં એક્સર્સાઈઝ ન કરતાં લોકો કરતાં બીમારીઓનું જોખમ 90% હોય છે.
Comments
Post a Comment