ગુજરાત સ્થાનિકસ્વરાજ ચૂંટણી

 ભાજપ છાપ સુધારવા ટિકિટ મામલે ‘નો-રિપીટ’ નીતિ લાવ્યો છે?

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસમાં આગામી ચૂંટણીમાં નસીબ અજમાવવા માટે ટિકિટ મેળવવા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

ટિકિટ મેળવવા માટે ભલામણોના વરસાદ અને ગળાકાપ હરિફાઈ વચ્ચે ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી પક્ષની ટિકિટ મેળવીને ચૂંટાઈ આવતા, 60- વર્ષથી વધુ વયના અને ચૂંટાયેલા પ્રતિનિધિનાં સગાંને ટિકિટ ન ફાળવવાની નીતિ અપનાવાઈ છે. ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોએ ગુજરાતના રાજકીય પ્રવાહોમાં નવી ચર્ચા જગાવી છે. ભાજપ દ્વારા લેવાયેલા આ પગલાનાં સંભવિત કારણો વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી.

શા માટે ભાજપે લીધો આવો નિર્ણય?

વિજય રૂપાણી

રાજકીય પંડિતોના મતે આ નીતિ ઘડવા પાછળનું મુખ્ય કારણ ભાજપ પોતાની જૂની છાપને ફરી ઉપસાવવા માગે છે એ છે.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 1995માં ભાજપ પહેલીવાર સત્તા પર આવ્યો ત્યારે તેણે એવી છાપ ઊભી કરી હતી કે તે કૉંગ્રેસથી અલગ છે. અહીં વંશવાદ નથી, ભ્ર્ષ્ટાચાર નથી, નવા વિચારોને અવકાશ છે, પરંતુ સમય જતા આ બદલાઈ ગયું છે.

ઘનશ્યામ શાહ કહે છે, "ભાજપ કૉંગ્રેસમુક્ત થવાને બદલે કૉંગ્રેસમય થવા લાગ્યો છે. ત્યારે આ મિનિ વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છાપ બદલવી જરૂરી છે."

"એટલે જ ભાજપે ત્રણ ટર્મથી વધારે ચૂંટણી લડેલા લોકોને ટિકિટ નહીં અપાય અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે."

ઘનશ્યામ શાહ એવું પણ કહે છે કે વિધાનસભામાં 99 પર અટક્યા પછી ત્રણ વર્ષમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોની સંખ્યા વધારે છે. આ સંજોગોમાં પાર્ટીનું પ્રમુખપદ સાંભળ્યા પછી સી. આર. પાટીલ બોલ્યા હતા કે નવા કૉંગ્રેસી નહીં આવે, પણ કૉંગ્રેસ તોડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો. આ સંજોગોમાં એમનો આ નિર્ણય કેટલો અસરકારક રહેશે એ એક સવાલ છે.

line

'ભાજપ પણ વંશવાદમાં માને છે'

ચતુષ્કોણીય જંગ

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ ભાજપમાં રહેલા વંશવાદનાં મૂળ તરફ આંગળી ચીંધતાં ઉમેરે છે, "ભાજપ કૉંગ્રેસની ટીકા કરે છે પણ વંશવાદમાં એ પણ માને જ છે. ગુજરાત પૂરતી વાત કરીએ તો ગુજરાતના હિતુ કનોડિયા, ભૂષણ ભટ્ટથી માંડીને ઘણા એવા ધારાસભ્યો છે કે જેઓ દીકરાઓને બાપનો વારસો મળ્યો હોવાના પુરાવા છે."

પક્ષમાં વંશવાદને જાકારો આપવામાં ભાજપ સફળ રહેશે કે નિષ્ફળ સાબિત થશે, આ મુદ્દે વાત કરતાં તેઓ કહે છે કે, "ભાજપ આ નીતિમાં સફળ નહીં રહે અને જો આનો કડકાઈથી અમલ કરવા જશે તો વિપરીત સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વધુ છે. કારણ કે એક વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવતા કૉર્પોરેટર અને જિલ્લા-તાલુકાના પ્રમુખો વિધાનસભાની જીત ના પાયા ગણાય છે. અને જો આ નિયમ આવે તો વિધાનસભામાં પણ જીતવું અઘરું પડે. કારણ કે જૂના લોકો નિષ્ક્રિય થઈ જાય તો ભાજપને નુકસાન થઈ શકે છે."

line

'ભાજપે ઓળખ ગુમાવી, અપનાવી વહલાંદવલાંની નીતિ'

ઘનશયામ શાહની વાતને સમર્થન આપતાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપને બેઠો કરવામાં જેમનો મોટો ફાળો રહ્યો છે એવા શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપની એક અલગ ઓળખ હતી જે તેણે પોતાની વહાલાંદવલાંની નીતિમાં ગુમાવી દીધી છે.

તેઓ કહે છે, "ભાજપ પોતાના સ્કોર સેટલ કરવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે પણ એ ભારે પડશે. કારણ કે વિધાનસભા કે લોકસભાની બેઠક જીતવી હોય તો એ કૉર્પોરેટર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોના સંબંધોના આધારે જિતાય છે. નવાનિશાળિયાને આધારે ના જિતાય."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "ચૂંટણી જીતવા માટે જમીન થી જોડાયેલા કાર્યકરોની જરૂર પડે છે એટલે એમણે કૉંગ્રેસના મજબૂત લોકોને પાર્ટી માં લેવાનું શરૂ કર્યું હતું . રહી વાત વંશવાદની તો ભાજપ માં વંશવાદ ક્યાં નથી ? હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી , નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાને ટિકિટ આપવી , વિઠ્ઠલ રાદડિયા અને એમના દીકરા જયેશ રાદડિયાને ટિકિટ આપવી કે અશોક ભટ્ટ ના દીકરા ભૂષણ ભટ્ટ ને રાજકારણમાં ટિકિટ આપવી એ વંશવાદ નથી તો શું છે ?"

"જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે આ જ કર્યું છે . પણ પોતાના અંગત માણસોને ગોઠવી ભાજપમાં મજબૂત સ્થાન ધરાવતા લોકોની પાંખો કાપવા માટે આ પગલું ભરાઈ રહ્યું છે. એટલે નવા કૉર્પોરેટર અને નવા જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો હોય તો સિનિયર ધારાસભ્યો ની પાંખો કપાઈ જાય, કારણકે એમની જીતનો મદાર એમના પર જ રહેલો છે. આપોઆપ એમના પર કાબૂ મેળવી શકાય , એટલે આ પગલું ભર્યું છે."

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને તેમજ ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતાં લોકોને ઉમેદવાર ન બનાવવાની ભાજપની જાહેરાતને તેઓ સમજી-વિચારીને ઘડાયેલું

કાવતરું ગણાવે છે. તેઓ કહે છે કે, "ત્રણ ટર્મવાળી શરતની વાત કરીએ તો સિનિયર લોકો ના હોય તો પાર્ટીમાં મનફાવે તે કરી શકાય એટલે આ જાહેરાત કરી છે. 60 વર્ષ થી ઉપર નો માણસ રાજકારણ માં નહોય તો પહેલા એમને એ જોવું જોઈએ કે ખુદની ઉંમર કેટલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉંમર કેટલી છે . આ સીધું નિશાન રાજકોટ અને મહેસાણા ઉપર છે , કારણકે આ નિર્ણય થી વિજય રૂપની ના રાજકોટ માં અસંતોષ વધશે અને માનેસના માં નીતિન પટેલ ના ત્યાં અસંતોષ વધશે , આ સમજણ સાથે ચાલેલી ચાલ છે.

Comments

Popular posts from this blog

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

16 Mar 2021 કરન્ટ અફેર

11 માર્ચ 2021 કરન્ટ અફેર