PM મોદીના ભાઈની જીદ
PM મોદીના ભાઈની જીદ
પ્રહલાદ મોદી લખનઉ એરપોર્ટ પર ધરણા પર બેઠા, અટકાયત કરાયેલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ બહાર PM નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ધરણા પર બેસી ગયા છે. પ્રહલાદ મોદીએ કહ્યું કે અમારું સ્વાગત કરવા આવનારા 100 કાર્યકર્તાઓને લખનઉ પોલીસે અટકાયતમાં લીધા છે.
પ્રહલાદ મોદીએ કહ્યું કે હું ત્યાં સુધી ધરણા પર બેસી રહીશ કે જ્યાં સુધી અમારા કાર્યકર્તાઓને છોડવામાં નહીં આવે. લખનઉ પોલીસ કહે કે છેવટે કોના આદેશ પર તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જો PMOનો આદેશ છે તો તે દેખાડવામાં આવે.
પ્રહલાદ મોદીએ કહ્યું છે કે મારે 4 ફેબ્રુઆરીના રોજ સુલ્તાનપુર, 5 ફેબ્રુઆરીના રોજ જૌનપુર અને 6 ફેબ્રુઆરીના રોજ પ્રતાપગઢ જ જવાનું આયોજન હતું. માટે આજે લખનઉ એરપોર્ટ પર આવ્યો છું. અહીં આવીને મને જાણકારી મળી છે કે અમારા જે કાર્યકર્તાઓને પોલીસે અટકાયતામાં લીધા છે. માટે હું આજે ધરણા પર બેઠો છું. એરપોર્ટની બહાર ત્યાં સુધી બેસીશ કે જ્યાં સુધી તેમને મુક્ત કરવામાં ન આવે.
અગાઉ પણ ધરણા પર બેસી ચુક્યા છે PM મોદીના ભાઈ
રાજસ્થાનની યાત્રા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદી જયપુરના એક પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા હતા. 14 મે 2019ના રોજ પોતાના સુરક્ષા કર્મચારીઓ માટે અલગ વાહનની માંગ સાથે ધરણા પર બેઠા હતા અને પ્રહલાદ મોદીએ એક કલાક સુધી પોલીસ સ્ટેશન બહાર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસની દરમિયાનગીરીથી ધરણા સમાપ્ત કર્યાં હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ પ્રહલાદ મોદી કહ્યું હતું કે મારી દીકરી લોકશાહીમાં જીવે છે, ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો સોમવારથી પ્રારંભ થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ તેમની પુત્રી સોનલ મોદીએ માગેલી ટિકિટ અંગે ટકોર કરી હતી કે, દીકરી લોહશાહીમાં જીવે છે અને ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે. એના મનમાં કેવી ભાવના હશે કે વડાપ્રધાન તેના મોટા બાપા છે એટલે લાભ મળી શકે. મારા મતે મારી દીકરીને કેટલું મહત્ત્વ અપાય છે તેને આધારે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈની કેટલી ઈજ્જત કરે છે તેનો ખ્યાલ આવી જશે.
Comments
Post a Comment