ભારત vs ઇંગ્લેન્ડ

 

વિરાટ અને રૂટમાં મોટો બેટ્સમેન કોણ? અત્યાર સુધી ચાર ટેસ્ટ સીરિઝમાં ટકરાયા; 2-2થી બરાબરી પર મુકાબલો


ભારત અને ઇંગ્લેન્ડ એકબીજા સામે ટકરાઈ છે, ત્યારે મુકાબલો માત્ર બંને ટીમો સુધી સીમિત નથી થઈ જતો. મોર્ડન એરાના બે દિગ્ગજ બેટ્સમેનનો મુકાબલો પણ સાથે ચાલતો હોય છે. આ બે બેટ્સમેન છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ. આ બંને પ્લેયર્સ પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં 4 વાર ટેસ્ટ સીરિઝમાં આમને-સામને થયા છે. બંને બે-બે વાર એકબીજા પર હાવી રહ્યા છે. ચાલો જાણીએ આ સીરિઝમાં કોણ વધારે સારું પ્રદર્શન કરશે.

2012-13: ડેબ્યુ ટેસ્ટમાં છવાઈ ગયો રૂટ
વિરાટ અને જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર 2012માં ભારતમાં રમાયેલી શ્રેણીમાં આમને-સામને થયા હતા. રુટે નાગપુરમાં શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. ઇંગ્લેન્ડ ત્રણ મેચ બાદ 2-1થી આગળ હતું અને ભારતમાં ભારતને હરાવવા માટે તેમને નાગપુર ટેસ્ટ બચાવવી કે જીતવી જરૂરી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 145 ઓવર બેટિંગ કરીને નિશ્ચિત કર્યું કે, તે મેચ જીતી જશે અથવા મુકાબલો ડ્રો થશે.

રૂટે તેની પ્રથમ ઇનિંગ્સમાં લગભગ પાંચ કલાક બેટિંગ કરી હતી અને 229 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે બીજી ઇનિંગમાં અણનમ 20 રન બનાવ્યા હતા અને ટેસ્ટ ડ્રો રહી હતી. રુટે 1 ટેસ્ટમાં 93ની સરેરાશથી 93 રન બનાવ્યા. તે જ સમયે, વિરાટે, આખી શ્રેણી રમી ચાર ટેસ્ટમાં 31.33ની સરેરાશથી 188 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે શ્રેણી લીધી હતી અને યુવા બેટ્સમેનોના મુકાબલામાં મોરલ વિક્ટ્રી જો રુટના નામે રહી.

2014માં રુટ એકતરફી મુકાબલો જીત્યો
બંને દિગ્ગજોનો આગળનો મુકાબલો ઇંગ્લેન્ડમાં રમાયેલી 2014ની ટેસ્ટ શ્રેણીમાં થયો હતો. વિરાટે આ શ્રેણીમાં 5 ટેસ્ટમાં 13.40ની અત્યંત ખરાબ એવરેજથી માત્ર 134 રન બનાવ્યા હતા. તે જ સમયે, રુટે 5 ટેસ્ટમાં 103.60ની સરેરાશથી 518 રન બનાવ્યા.

વિરાટે 2016-17માં બાજી પલ્ટી
જો રૂટ સાથે શરૂઆતી બે શ્રેણી ગુમાવ્યા બાદ વિરાટે 2016-17માં બાજી પલ્ટી. શ્રેણી ભારતમાં રમવામાં આવી હતી અને વિરાટે 5 ટેસ્ટની આઠ ઇનિંગ્સમાં 109.16ની સરેરાશથી 655 રન બનાવ્યા હતા. આમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ છે. રુટે પણ સારી બેટિંગ કરી પરંતુ વિરાટ કોહલીના સ્કેલે પહોંચી શક્યો નહોતો. રૂટે 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 49.10ની સરેરાશથી 491 રન બનાવ્યા હતા.

2018માં વિરાટે રુટને ઇંગ્લેન્ડમાં હરાવ્યો હતો
2016-17માં, જ્યારે વિરાટે રૂટથી સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, તે પોતાની પીચ પર જ સારું રમી શકે છે. તમે ઇંગ્લેન્ડમાં રન
કરીને બતાવો તો માનીએ. વિરાટે ટીકાકારોની આ ઈચ્છા પણ 2018માં પૂર્ણ કરી હતી. ટીમ ઈન્ડિયાના સુકાનીએ તે ઇંગ્લિશ સમરમાં 59.30ની સરેરાશથી 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 593 રન બનાવ્યા હતા. તે પણ 2 શ્રેષ્ઠ સદી સાથે. રૂટે 5 ટેસ્ટની 9 ઇનિંગમાં 319 રન બનાવ્યા હતા. સરેરાશ માત્ર 35.44 હતી અને ફક્ત એક સદી જ મારી હતી.

ઓવરઓલ વિરાટ ત્રણ ટેસ્ટ વધારે રમ્યો અને 149 રન વધારે કર્યા
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટનો જ્યારથી જો રૂટ સામે મુકાબલો થયો છે ત્યારથી ઇંગ્લેન્ડ સામે તેણે 19 ટેસ્ટમાં 49.06ની એવરેજથી 1570 રન બનાવ્યા છે. તેમાં 5 સદી અને 5 ફિફટી સામેલ છે. જ્યારે રૂટે 16 ટેસ્ટમાં 56.84ની એવરેજથી 1421 રન બનાવ્યા છે. તેમાં ચાર સદી અને 9 ફિફટી સામેલ છે.એટલે રનમાં વિરાટ આગળ છે, જ્યારે એવરેજ રૂટની વધારે સારી છે. ચાર ટેસ્ટ પછી આ બંને સુપરસ્ટાર 2-2ની સ્કોરલાઇન સાથે બરાબરી પર છે. 5 ફેબ્રુઆરીથી શરૂ થતી સીરિઝ આ બંને વચ્ચે ટાઈબ્રેકરનું કામ કરી શકે છે.

Comments

Popular posts from this blog

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

16 Mar 2021 કરન્ટ અફેર

11 માર્ચ 2021 કરન્ટ અફેર