WHOનો રિપોર્ટ:
WHOનો રિપોર્ટ:
હવે ફેફસાંનું નહીં પણ બ્રેસ્ટ કેન્સર કોમન, 2020માં આ કેન્સરના 23 લાખ કેસો સામે આવ્યાં, બચવાના ઉપાયો જાણો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે, બ્રેસ્ટ કેન્સર હવે કોમન કેન્સર બની ગયું છે. છેલ્લાં 20 વર્ષથી ફેફસાંનું કેન્સર જોખમ હતું, પરંતુ હવે તે બીજા નંબર પર છે.
WHOનાં કેન્સર એક્સપર્ટ આન્દ્રે ઈલબાવીનું કહેવું છે કે, વર્ષ 2020માં બ્રેસ્ટ કેન્સરના 23 લાખ કેસ સામે આવ્યા હતા, જે કુલ કેસના 12% છે. મહિલાઓમાં થતા કેન્સરમાં સૌથી વધારે કેસ આના જ છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતા વર્લ્ડ કેન્સર ડે પહેલાં WHOએ આ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ત્રીજા નંબર પર કોલોરેક્ટલ કેન્સર છે.
મહિલાઓમાં સ્થૂળતાને લીધે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે
કેન્સર એક્સપર્ટ આન્દ્રે ઈલબાવીએ જણાવ્યું કે, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પાછળનું સૌથી કોમન ફેક્ટર સ્થૂળતા છે. કેન્સરના વધતા કેસમાં આનો સૌથી મોટો રોલ છે. દુનિયાભરના લોકોની એવરેજ ઉંમર વધી રહી છે. પરંતુ સામે કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. વર્ષ 2020માં કેન્સરના આશરે 2 કરોડ કેસ હતા. વર્ષ 2040 સુધી આ આંકડો 3 કરોડ સુધી પહોંચી શકે છે.
આન્દ્રે ઈલબાવીના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીના કારણે કેન્સરના દર્દીઓ પર ખરાબ અસર થઈ છે. કેન્સરના દર્દીઓ સારવાર અને તપાસ કરાવવાનું ટાળી રહ્યા છે.
બ્રેસ્ટ, ફેફસાં અને કોલોન કેન્સર શું છે?
WHOના રિપોર્ટમાં પહેલા નંબરે બ્રેસ્ટ, બીજા નંબરે ફેફસાંનું અને ત્રીજા નંબરે કોલોન કેન્સર છે. આ કેન્સર એકબીજાથી કેટલાં અલગ છે, કયાં લક્ષણો દેખાય તો તેનું જોખમ વધારે છે અને તેનાથી કેવી રીતે બચવું, આ બધું જાણી લો.
બ્રેસ્ટ કેન્સરઃ બ્રેસ્ટમાં ગાંઠ અથવા શેપમાં ફેરફાર આ કેન્સરનું લક્ષણ
વિશ્વભરમાં સૌથી વધારે કેન્સરના કેસ બ્રેસ્ટ સાથે સંબંધિત છે, તેથી તેનાથી સૌથી વધારે અલર્ટ રહેવાની જરૂર છે. મુંબઈની જસલોક હોસ્પિટલના મેડિકલ આન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. અંજના સૈનાની કહે છે, મેદસ્વિતા વધવાથી, બાળકોને બ્રેસ્ટફિડ ન કરાવવું, અને એક્સર્સાઈઝથી અંતર રાખવું બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે. તેનાથી બચવું હોય હોય તો સ્મોકિંગ, આલ્કોહોલ, હોર્મોથ થેરાપીથી પોતાને બચાવો.
20 વર્ષની ઉંમર પહેલા બ્રેસ્ટની તપાસ કરાવવી. તેમાં ગાંઠ, આકારમાં ફેરફાર અને લિક્વિડ નીકળવા જેવા લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જવું. 40 વર્ષની ઉંમર બાદ એક વખત મેમોગ્રાફી જરૂરથી કરાવવી. દરરોજ 30 મિનિટની એક્સર્સાઈઝ કરવી અને ખાવાપીવામાં ફળ-શાકભાજીનું પ્રમાણ વધારવું.
ફેફસાંનું કેન્સરઃ લાંબા સમય સુધી ઉધરસ અને અવાજ બદલાવો એ તેનાં લક્ષણો
આ ફેફસાંમાં થતું કેન્સર છે. જો લાંબા સમય સુધી ઉધરસ, કફ અથવા લાળ સાથે સોહી બહાર આવે તો અલર્ટ થઈ જવાની જરૂર છે. આ સિવાય, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને અવાજ બદલાવો એ પણ ફેફસાંના કેન્સરનાં લક્ષણો છે. જો તમને આવા કોઈ ફેરફાર દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
આવા કિસ્સાઓમાં છાતીનો એક્સ-રે, HR સિટી સ્કેન, લંગ બાયોપ્સી અથવા બ્રોન્કોસ્કોપી ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
કોલોન કેન્સરઃ લાંબા સમયથી ડાયરિયા થઈ ગયા હોય તો અલર્ટ થઈ જાઓ
આ કોલોરેક્ટલ કેન્સર તરીકે પણ ઓળખાય છે. આ કેન્સર થવાનું સૌથી વધુ જોખમ એવા લોકોને હોય છે જેની ઉંમર વધારે હોય અથવા તેમના પરિવારમાં કોઈ સભ્યને અગાઉ આ કેન્સર થઈ ચૂક્યું હોય. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાની ટેવ, આહારમાં ફાઇબરની અછત, ડાયાબિટીસ, સ્મોકિંગ અને આલ્કોહોલ આ કેન્સરનું જોખમ વધારે છે.
લાંબા સમય સુધી ડાયરિયા રહેતા હોય તો ડોક્ટરની સલાહ લેવી. આવાં લક્ષણો દેખાય તો કોલોનોસ્કોપી, બાયોપ્સી, સિટી સ્કેન અથવા MRIથી જાણી શકાય છે કે આ કેન્સર છે કે નહીં.
Comments
Post a Comment