Posts

ગાંધીનગરઃ રૂપાણી સરકારે ધોરણ-6થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે.

Image
  ગાંધીનગરઃ  રૂપાણી સરકારે ધોરણ-6થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે.  આગામી 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 વર્ગો ફરીથી શરૂ કરાશે. પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની શાળાઓમાં ૧૮મી ફેબ્રુઆરી ને ગુરુવારથી ૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.

ભૂલકાઓ પણ સ્કૂલે જશે

Image
  ભૂલકાઓ પણ સ્કૂલે જશે માર્ચમાં પ્રાથમિક શાળાઓ શરૂ થશે, ઉનાળાનું વેકેશન ટૂંકું રહેશે, નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ થશે, નવું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે કોરોનાને કારણે પ્રાથમિક શાળાનાં બાળકોને ઘરે જઈને ભણાવવાનું અભિયાન શરૂ થયું હતું (ફાઈલ ફોટો) ગત 11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12ના તથા 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામા આવ્યા હતા 8મી ફેબ્રુઆરીથી રાજ્યમાં કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો પણ શરૂ કરાયા હતા રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદથી ક્રમશ: સ્કૂલોમાં અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10, 12, અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરુ થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ 1 માર્ચની આસપાસ શરૂ કરવા વિચારણા શરુ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઉનાળુ વેકેશન ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવા માટે નું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે. ચૂંટણી બાદ હવે ધોરણ 1થી 4 અને 5થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવાશે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે ગુજરાત ના શિક્ષણ વિભાગ માં ચાલતી ચર્ચા અનુ...

મોદીએ મદદ કરી, જેથી બાળકી બચી શકે:

Image
  મોદીએ મદદ કરી, જેથી બાળકી બચી શકે: 5 મહિનાની બાળકીને 16 કરોડનું અમેરિકન ઈન્જેક્શન આપવાનું છે, PMએ આની પર 6.5 કરોડ ટેક્સ માફ કર્યો પાંચ મહિનાની તીરાની જીવિત રહેવાની આશા વધી ગઈ છે. તેને SMA Type 1 બીમારી છે, જેની સારવાર અમેરિકાથી આવતા Zolgensma ઈન્જેક્શનથી શક્ય છે, જે લગભગ 16 કરોડ રૂપિયાનું છે. જેની પર 6.5 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવાના હોય, પણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર PM નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. ઈન્જેક્શન ન લાગે તો બાળકી માંડ 13 મહિના વધુ જીવી શકે છે. તીરા સાથે તેનાં માતા-પિતા.પિતા મિહિર. IT કંપનીમાં જોબ કરે છે. માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઈલેસ્ટ્રેટર છે. તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઈના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના એક ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યાર પછી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તીરા જમવાનું પચાવી શકે છે અને ન તો દૂધ પી શકે છે. દૂધ પીવે તો શ્વાસ રુંધાવા લાગે છે. ક્રાઉડ ફંડિંગથી જમા કરાયા 16 કરોડ રૂપિયા ઈન્જેક્શન એટલું મોઘું છે કે સામાન્ય માણસ માટે એને ખરીદવું શક્ય નથી. તીરાના પરિવાર માટ...

વિશ્વભરના સમાચારો તસવીરોમાં

Image
  વિશ્વભરના સમાચારો તસવીરોમાં: ભૂલભૂલામણી જેવી સ્કોજિયન ગુફાઓનો નજારોઃ વેલેન્ટાઈન ડે માટે ખરેખર લાવી શકશો ‘ચાંદ કા ટુકડા’; આ માણસ સ્કીઈંગ કરે છે કે પેરાગ્લાઈડીંગ? આ છે સ્લોવેનિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી સ્કોજિયન ગુફાઓ. લાંબી અને ભુલભુલામણી જેવી ગુફાઓ 5800 મીટર લાંબી અને 209 મીટર ઊંડી છે. તેના અસાધારણ મહત્ત્વને કારણે, યુનેસ્કોએ 1986માં તેને કુદરતી અને સાંસ્કૃતિ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરી હતી. આ ગુફાઓનાં ખડકોની વચ્ચેથી રેકા નદી વહે છે, જે આગળ જઈને એડ્રિયાટિક સાગરમાં મળી જાય છે. આ ગુફાઓને જોવા માટે દર વર્ષે લગભગ એક લાખ લોકો આવે છે. આ ગુફાઓમાં અનેક દુર્લભ જીવો સહિત ચામાચીડિયાની સાત પ્રજાતિઓ મળે છે. તૂર્કીના એક સ્કી રિસોર્ટમાં એક વ્યક્તિ પેરાગ્લાઈડિંગ કરી રહી હતી. આ દરમિયાન ત્યાંથી એક વિમાન પસાર થયું ત્યારે એક ફોટોગ્રાફરે તે દૃશ્ય કેમેરામાં કેદ કરી લીધું. આ તસવીર જોઈને લાગે છે કે, પેરાગ્લાઈડર જાણે વિમાનના ધુમાડા પર સવાર થઈ ગયો છે. ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસ મંગળવારથી ઓનલાઇન એસ્ટ્રોનોમિકલ હરાજી કરી રહ્યું છે, જેમાં ચંદ્ર અને મંગળના ટુકડાં પણ સામેલ છે. 7 અબજ વર્ષ જૂનો એક ઉલ્...

ICC ટેસ્ટ રેન્કિંગ

Image
  ICC ટેસ્ટ રેન્કિંગ કોહલી 3 વર્ષ પછી પાંચમા નંબરે સરકી ગયો, શુભમન 7 સ્થાનના ફાયદા સાથે 40મા ક્રમે પહોંચ્યો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પહેલી ઇનિંગ્સમાં 11 અને બીજી ઇનિંગ્સમાં 72 રન કર્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેન રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે પાંચમા ક્રમે આવી ગયો છે. નવેમ્બર 2017 પછી પહેલીવાર કોહલી આટલા નીચેના ક્રમે આવ્યો છે. ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 50 રનની ઇનિંગ્સ રમનાર ઓપનર શુભમન ગિલને 7 સ્થાનનો ફાયદો થયો છે. તે 40મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે અણનમ 85 રન બનાવનાર વોશિંગ્ટન સુંદરને 2 સ્થાનનો ફાયદો થયો છે. તે 81મા ક્રમે પહોંચી ગયો છે. ટોપ-10માં 2 ભારતીય બેટ્સમેન કોહલી સિવાય ટીમ ઇન્ડિયાની નવી વોલ ચેતેશ્વર પૂજારા પણ ટોપ-10માં છે. પ્રથમ ટેસ્ટ પછી તે સાતમા ક્રમે યથાવત રહ્યો છે. ચેન્નઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 91 રનની ઇનિંગ્સ રમનાર ઋષભ પંતે 13મો ક્રમ જાળવી રાખ્યો છે. રૂટને ડબલ સેન્ચુરીનો ફાયદો જ્યારે ટીમ ઇન્ડિયા સામે ચેન્નઈમાં ડબલ સેન્ચુરી મારનાર...

નાની ઉંમરે રોકાણ સાહસિક

Image
  નાની ઉંમરે રોકાણ સાહસિક: 12 વર્ષના બાળકે શેરબજારમાં રોકાણ કર્યું, એક વર્ષમાં 43 ટકાનો તગડો નફો મેળવ્યો 12 વર્ષના આ બાળકે શેરબજારમાં રોકાણ કરી નફો કર્યો એક 12 વર્ષના બાળકે ગયા વર્ષે તેની માતા પાસે જીદ્દ કરીને શેરબજારમાં ટ્રેડિંગ અકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલું જ નહીં માતાપિતાને 16 લાખ રૂપિયાનું શેરબજારમાં રોકાણ કરવા માટે મનાવી પણ લીધા. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ બાળકે એક વર્ષમાં આશરે 43 ટકા નફો મેળવ્યો છે. ટીનેજર્સ છોકરાએ વર્ષભરમાં 43 ટકા નફો મેળવ્યાની આ કહાની દક્ષિણ કોરિયાની છે. છોકરાનું નામ ક્વન જૂન. જૂનની ઈચ્છા વોરન બફેટ બનવાની છે. અમેરિકાના વોરન બફેટ અત્યારે વિશ્વના આઠમાં સૌથી શ્રીમંત વ્યક્તિ છે અને શેરબજારમાં રોકાણ કરવા માટે ખૂબ જ જાણીતા છે. ક્વન જૂને મેમોરી ચિપ તૈયાર કરતી વિશ્વની સૌથી મોટી કંપની કકાઓ કોર્પ, સેમસંગ અને હ્યૂન્ડાઈ મોટર સહિત અન્ય કંપનીઓમાં નાણાંનું રોકાણ કરે છે. ક્વન જૂને જણાવ્યું કે તે લાંબા સમયના રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. તે 10થી 20 વર્ષ માટે નાણાં રોકી રહ્યો છે,જેથી વધારે આવક થઈ શકે. જોકે, ક્વન જૂન ઓછી ઉંમરમાં ટ્રેડિંગ કરનાર એકમાત્ર બાળક નથી. ...

શેરબજાર:સેન્સેક્સ 20 અંક ઘટ્યો, નિફ્ટી 15106 પર બંધ; HDFC બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

Image
  શેરબજાર: સેન્સેક્સ 20 અંક ઘટ્યો, નિફ્ટી 15106 પર બંધ; HDFC  બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા બજાજ ફિનસર્વ, M&M, બજાજ ફાઈનાન્સ, TCS, રિલાયન્સના શેર વધ્યા ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 20 અંક ઘટીને 51309 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 2.8 અંક ઘટીને 15106 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, M&M, બજાજ ફાઈનાન્સ, TCS, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.96 ટકા વધીને 10234.90 પર બંધ રહ્યો હતો. M&M 2.21 ટકા વધીને 914.35 પર બંધ રહ્યો હતો. જ્યારે HDFC બેન્ક, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ONGC, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC બેન્ક 1.77 ટકા ઘટીને 1583.50 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.45 ટકા ઘટીને 590.10 પર બંધ રહ્યો હતો. બુધવારે આયશર મોટર, ટાઈટન સહિત 330 કંપનીઓ રજૂ કરશે ત્રિમાસિક પરિણામ આજે આયશર મોટર, ટાઈટન કંપની, ગેલ ઈન્ડિયા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઔરોબિંદો ફાર્મા, બેન્ક ઓફ ઈન્ડિયા, બાટા ઈન્ડિયા, ઈન્દ્રપ્રસ્થ ગેસ, શાલિમાર પેન્ટ્સ, સ્પાઈસ જેટ સહિત 330 કંપનીઓ ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો રજૂ કરશે. ચીન અને હોંગકોં...